અસફળ થયેલ ઈ-પેમેન્ટ વ્યવહારો (unsuccessful transaction) ટાઈમબાર્ડ થયા બાદ ચૂકવણાં કરવાની કાર્યવાહી બાબત



નાણા વિભાગનાં તા.૧૮-૦૯-૨૦૧૯ના ઠરાવ નં.ઇપીટી/૧૦૨૦૧૨/CSO-૨૧/ઝ ના ફકરા ક્રમાંક (૧૪) મુજબ અસફળ વ્યવહાર Reinitiate કરવાની કામગીરીનું યોગ્ય અમલીકરણ ન થવાના કિસ્સામાં સંબંધિત ઉપાડ અને વહેંચણી અધિકારીની જવાબદારી રહેશે તથા તેઓના નિયંત્રણ/વહીવટી વિભાગને તેની જાણ તિજોરી કચેરી દ્વારા કરવામાં આવશે. તેમજ ફકરા ક્રમાંક (૨૬) મુજબ ઉપાડ અને વહેંચણી અધિકારીએ અસફળ વ્યવહારો પરત્વે સઘન મોનીટરીંગ કરવાનું રહેશે અને એક માસથી વધુ મુદ્દતના કોઇપણ અસફળ વ્યવહારો Reinitiate કરવાના બાકી ન રહે અને અસફળ વ્યવહારો Time Barred ન થાય તેમજ ચુકવણું સમયસર થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

પરંતુ, ઉપાડ અને વહેંચણી અધિકારીશ્રીઓ દ્વારા નાણા વિભાગના ઉપરોક્ત ઠરાવની સૂચના મુજબ અસફળ વ્યવહારો Reinitiate ન કરવામાં આવે તો તેના કારણે આવા વ્યવહારો Time Barred થાય છે. તેથી આવા ચૂકવણાં ફરીથી કરવા માટે તે અંગેની રાઈટ બેક ઓથોરીટી જીલ્લા તિજોરી કચેરી ખાતેથી મેળવીને ત્યારબાદ નવેસરથી રેગ્યુલર ગ્રાન્‍ટમાંથી બિલ બનાવી સંબંધિત તિજોરી કચેરી ખાતે રજુ કરવાનું રહે છે. આ રાઈટબેક ઓથોરીટી મેળવવા માટે નીચે મુજબની કાર્યપદ્ધતિ અપનાવવાની રહેશે.


Comments