Uncashed / Unpaid Demand Drafts (વણવટાવેલ / વણચૂકવાયેલ ડીમાન્ડ ડ્રાફ્ટ પરત્વેના પુન:ચૂકવણા બાબત

અત્રેના જીલ્લામાં જીલ્લા તિજોરી કચેરી તથા પેટા તિજોરી કચેરીઓ ખાતે રજુ થતા બિલોનું તા.૧૬/૦૫/૨૦૧૯થી RBI E-Kuber મારફત ઈ-પેમેન્ટ કરવામાં આવે છે. તા.૧૬/૦૫/૨૦૧૯ પહેલા ગુજરાત સરકારશ્રીના નાણા વિભાગના તા.૩૦-૦૪-૨૦૧૩ના ઠરાવ ક્રમાંક: ઈટીપી/૧૦૨૦૧૨/સીએસઓ-૨૧/ઝ થી સરકારી ચુકવણા ઠરાવવામાં આવેલ પધ્ધતિ મુજબ IFMS સિસ્ટ્મમાં કરેલા વ્યવહારો પૈકી જુદા-જુદા કારણોસર ઇ-પેમેન્ટ વ્યવહારનો નકાર ( રિજેક્ટ) થવાના કિસ્સામાં સંબંધિત બેન્ક દ્વારા ડીમાન્ડ ડ્રાફ્ટ ઇશ્યુ કરવામાં આવેલા હતા. આવા ડીમાન્ડ ડ્રાફ્ટ તિજોરી કચેરી દ્વારા સંબંધિત ઉપાડ અને વહેચણી અધિકારીશ્રીની કચેરીને આપવામાં આવેલ હતા.

જે પૈકી કેટલાક કિસ્સાઓમાં ડીમાન્ડ ડ્રાફ્ટ જમા કરવામાં વિલંબ થાય અથવા મુદ્દત વીતી જાય અથવા ડ્રાફ્ટ ખોવાઈ જાય ત્યારે આવા વ્યવહારો વ્ન્ચૂક્વાયેલ રહે છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં આવા ફેઈલ / રીજેક્ટ થયેલા વ્યવહારોના ડીમાન્ડ ડ્રાફ્ટ એજન્સી બેન્કો દ્વારા ઈશ્યુ કરવામાં આવેલ નથી. તા.૧૬/૦૫/૨૦૧૯ પહેલાના વ્યવહાર માટે કોઈ લાભાર્થી વણચૂકવાયેલ દાવાનું માંગણું સંબંધિત કચેરી મારફતે કરે તો તે અંગે સંદર્ભ પરિપત્ર મુજબ સંબંધિત કચેરીએ આગળની કાર્યવાહી કરવા બાબતનો પરિપત્ર નીચેની લીન્ક પરથી ડાઉનલોડ કરો.

Uncashed / Unpaid Demand Drafts (વણવટાવેલ / વણચૂકવાયેલ ડીમાન્ડ ડ્રાફ્ટ પરત્વેના પુન:ચૂકવણા બાબતનો પરિપત્ર

 વણવટાવેલ / વણચૂકવાયેલ ડીમાન્ડ ડ્રાફ્ટ માટે ઉપરોક્ત પરિપત્ર મુજબ પ્રમાણપત્ર મેળવવા માટે જીલ્લા  તિજોરી કચેરીને દરખાસ્ત કરવાની રહે છે. આ દરખાસ્તના નમૂનાની વર્ડ ફાઈલની સોફ્ટકોપી અને જીલ્લા તિજોરી કચેરી તરફથી પ્રમાણપત્ર મળ્યા બાદ કરવાના થતા કાર્યાલય આદેશ અને ઉપાડ અને વહેંચણી અધિકારીએ આપવાના થતા પ્રમાણપત્રના નમૂનાની વર્ડ ફાઈલની સોફ્ટકોપી નીચેની લિન્ક પરથી ડાઉનલોડ કરો.

વણવટાવેલ / વણચૂકવાયેલ ડીમાન્ડ ડ્રાફ્ટ પરત્વેના પુન:ચૂકવણા માટે પ્રમાણપત્ર મેળવવા માટેની દરખાસ્તની વર્ડ ફાઈલની સોફ્ટકોપી