ઈશ્યુ થયેલ ચેક ટાઈમબાર્ડ થયા બાદ ચૂકવણાં કરવાની કાર્યવાહી બાબત

 

જીલ્લા તિજોરી કચેરી, ભુજ (કચ્છ) અને તેની તાબાની પેટા તિજોરી કચેરીઓ ખાતે બિલો રજુ કરતા તમામ ઉપાડ અને વહેંચણી અધિકારીશ્રીઓને જણાવવાનું કે અત્રેની જિલ્લા કે પેટા તિજોરીમાં કચેરી ખાતે રજુ થયેલા બિલોના ચેક તેની તારીખથી ૯૦-દિવસની મુદ્ત પૂર્ણ થયા બાદ બેન્કમાં વટાવી શકાશે નહિ. આવા મુદ્ત બહારનાં  (Time Barred) ચેક નાણા વિભાગના તા. ૧૬/૧૨/૨૦૧૩ ના જાહેરનામાં મુજબ ચેક લખનારને (એટલે કે જીલ્લા તિજોરી / પેટા તિજોરી કચેરીને) પરત કરીને અત્રેથી રાઈટ બેક ઓથોરીટી મેળવવાની રહે છે.

આવી રાઈટ બેક ઓથોરીટી જીલ્લા તિજોરી કચેરી ખાતેથી મેળવીને ત્યારબાદ નવેસરથી રેગ્યુલર ગ્રાન્‍ટમાંથી લાગુ પડતા બિલ ફોર્મમાં બિલ બનાવી સંબંધિત તિજોરી કચેરી ખાતે રજુ કરવાનું રહે છે. 

આ રાઈટબેક ઓથોરીટી મેળવવા માટેની કાર્યપદ્ધતિનો પરિપત્ર નીચેની લિન્ક પરથી ડાઉનલોડ કરીને તે મુજબ અપનાવવાની રહેશે.

ટાઈમબાર્ડ ચેકની રાઈટબેક ઓથોરીટી અંગેનો પરિપત્ર