ડીજીટલ સિગ્નેચરનું મેપિંગ કરવા બાબત

જીલ્લા તિજોરી કચેરી અથવા પેટા તિજોરી કચેરી ખાતે IFMS મારફત રજુ થતા બીલોમાં જે તે ઉપાડ અને વહેંચણી અધિકારીએ ડીજીટલ સિગ્નેચર (ડોન્ગલ) મારફત સહી કરીને મોકલવાના રહે છે.

આ માટે જ્યારે નવી ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે ત્યારે જીલ્લા તિજોરી કચેરીમાં દરખાસ્ત કરીને ઉપાડ અને વહેંચણી અધિકારીનું ડીજીટલ સિગ્નેચર (ડોન્ગલ) તેમના IFMS નાં આઈડી સાથે મેપ કરાવવાનું હોય છે.

જે માટે નીચેની લિન્ક પર ક્લિક કરીને દરખાસ્તનો નમૂનો ડાઉનલોડ કરો. 

જિલ્લા તિજોરી કચેરી ખાતે ડીજીટલ સિગ્નેચરનું મેપિંગ કરાવવા દરખાસ્તનો નમૂનો

તેમાં  જરૂરી વિગતો ભરીને જીલ્લા તિજોરી કચેરી અથવા પેટા તિજોરી કચેરી ખાતે આપેલા ઉપાડ અને વહેંચણી અધિકારીના સહીના નમૂના મુજબની સહી કરીને જીલ્લા તિજોરી કચેરી ખાતે દરખાસ્ત કરવાની રહે છે.

નોંધ:

  • દરખાસ્તમાં તમામ વિગતો ટાઇપ કરેલી હોવી જોઈશે. હાથથી લખવામાં આવેલ વિગતોની આધારે મેપિંગ થઈ શકશે નહિ.
  • પેટા તિજોરી કચેરી ખાતેના ઉપાડ અને વહેચણી અધિકારીઓએ સબંધિત પેટા તિજોરી અધિકારી મારફતે ઉ/વ અધિકારીના સહીના નામુનાની ચકાસણી કરાવીને દરખાસ્ત મોકલવાની રહેશે.

  • આ દરખાસ્તની સાથે ડિજિટલ સિગ્નેચરના "સિરિયલ નંબર" વાળા સ્ક્રીનશોટની નકલ પણ જોડવાની રહેશે.

  • વધુ જાણકારી માટે તિજોરી કચેરી ખાતેના TCS ના સપોર્ટ સ્ટાફનો સંપર્ક કરી શકો છો


ડીજીટલ સિગ્નેચર (ડોન્ગલ) ના સીરીયલ નંબર કેવી રીતે જોવા તે જાણવા નીચેની લિન્ક પર ક્લિક કરો